Adbhut prem ni vismaykarak vaato

Price: `295

Buy Now

પ્રેમની અદભૂત લાગણીઓ કરતાં તેની સાથે સંકળાએલી વાસ્તવિકતાઓ વધુ નવાઈ પમાડે તેવી છે. આ વિસ્મયકારક વાસ્તવિકતાઓ આપણા મનમાં અનેક પ્રશ્નો ઉત્ત્પન કરતી જાય છે. શા માટે સાત જન્મ સાથે જીવવાના વચન સાથે સહજીવન શરુ કરનારા યુગલો પહેલા જ જન્મમાં હાંફવા માંડે છે અને મનોમન આ ભવ મળ્યા પણ આવતા ભવે સામા પણ ના મળશો એવું વિચારતા જીવ્યે જતા હોય છે?! શા માટે એક હુંફાળો માળો બનાવવાના સ્વપ્ન સાથે જોડાતા યુગલો એક જ છતની નીચે પોતાની અલગ અલગ જિંદગી જીવતાં હોય છે?! શા માટે વિશ્વાસના રંગે દોરેલા સંબંધોના સુંદર ચિત્રમાં સાથીઓ સમયની સાથે છેતરપિંડીની પીંછી ફેરવતા હોય છે?! શા માટે અન્ય લોકોની પસંદ-નાપસંદ વિશે સતત જાગૃત રહેતા યુગલો એક-બીજાના ગમા-અણગમા પ્રત્યે આંખ આડા કાન કરતાં હોય છે?! શા માટે એકબીજાનો નાનકડો ઉહંકારો સાંભળીને ઉછળી પડતા પ્રેમીઓ વર્ષો બદલાતા એકબીજાની ચીસો પણ અવગણી જાય છે?! ક્યારેક જેને પોતાની જિંદગીથી પણ વધારે ચાહ્યાં હોય તેવા સાથીને શા માટે એસીડ છાંટવા જેવી ઝનુની અભિવ્યક્તિનો શિકાર બનવું પડે છે?! શા માટે ‘તાંકતે રહેતે તુઝકો સાંજ સવેરે’ જેવા ગીતો ગાતા ગાતા પ્રેમમાં પડીને ‘જોર કા ઝટકા હાય જોરોં સે લગા’ ગાવાનો વારો આવે છે?! પ્રશ્નો અગણિત છે, જવાબો પણ વિવિધ પરિબળો થકી અનેક છે. પરંતુ, બધી જ રજુઆતો અને તેના તારણના મૂળમાં પ્રેમની અદભૂત લાગણીઓ સાથે સંકળાયેલી કડવી વાસ્તવિકતાઓ છે. પ્રેમના અનંત આકાશમાં વિહરતા મોટાભાગના પ્રેમીઓ આ કડવી વાસ્તવિકતાઓથી અજાણ હોય છે અથવા પોતાના જીવનમાં એ શક્ય નથી એવાં ખોટા ભ્રમમાં રાચતા હોય છે. જયારે સમયની સાથે સંબંધ આગળ વધે છે અને જવાબદારીની કેડી પર યુગલ ડગલા ભરવા માંડે છે ત્યારે વાસ્તવિકતા મોઢું ફાડે છે અને પ્રેમના સાચા સ્વરૂપનું ભાન થવા માંડે છે.

‘પ્રેમ’ વિશેની તમારી ગેરમાન્યતાઓને ધરમૂળમાંથી દૂર કરતું અને તેની સાથે સંકળાયેલી વિસ્મયકારક વાસ્તવિકતાની વાતો કહેતું, ડૉ.હંસલ ભચેચની અફલાતુન કલમે લખાયેલું મેઘધનુષી પુસ્તક

Dear Dr. Bhachech, my love life was terribly messed up and I was feeling sucked in the relationship. Thank you so much for your very practical and timely advice. We are together again with new understanding and deeper emotional bond. Thank you once again and God bless you.